" Welcome to Digital World " E Mail: digielctroworld@gmail.com

Digital World Mobile Apps(.apk)

Project Report/Thesis Writing

Tuesday, 25 February 2025

Mahashivratri

મહાશિવરાત્રી 

ભગવાન શિવજીનો જન્‍મદિવસ શિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. વર્ષની ફાગણ વદની (ફેબ્રુઆરી અને માર્ચ) છ રાત્રીઓ દરમિયાન ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રીની રાત્રીએ ભગવાન શિવજી તાંડવ  નૃત્‍ય કરે છે. પૌરાણીક કથાઓ અનુસાર આ નૃત્‍ય ભગવાન શિવજીએ ‘પાર્વતીજી’ સાથે લગ્‍ન કરેલા ત્‍યારે આ શિવરાત્રીનું પર્વ ઉજવાયું હતું. ગુજરાતના તમામ સ્‍થળોએ ‘મહાશિવરાત્રી’ નું પર્વ ખૂબ જ હર્ષ - ઉલ્‍લાસ સાથે ઉજવાય છે. ભગવાન શિવજીની અર્ચના-પૂજન દૂધના અભિષેક અને બિલિપત્રના ત્રિદલ - પર્ણોને અર્પણ કરી કરવામાં આવે છે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે અને રાત્રી જાગરણ કરી શિવભક્તિ તન્‍મય બને છે.

ભારતભરનાં મંદિરો ૩૦ લાખથી પણ વધુ શિવજીના પ્રતીકાત્‍મક સ્‍વરૂપ ‘લીંગ’ ના સ્‍વરૂપો સ્‍થપાયેલા છે. તમામ લીંગ સ્‍વરૂપે શિવજી બિરાજમાન હોય છે. શિવજીના મુખ્‍ય બાર જ્યોર્તિલીંગો ભારતભરમાં આવેલાં છે. તેના દર્શન પૂજનથી માનવીના છેલ્‍લા સાત જન્‍મોના પાપો બળી ભસ્‍મ થાય છે અને નિર્મળ અને નિષ્‍પાપ બની ધન્‍યતા અનુભવે છે.

બાર જ્યોર્તિલીંગોમાંથી પ્રથમ જ્યોર્તિલીંગ ગુજરાતના પશ્ચિમ કિનારે સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠે વેરાવળ સ્‍થિત સોમનાથ મંદિર આવેલું છે. ધાર્મિક યાત્રાળુ માટે સોમનાથ મંદિર શ્રદ્ધા અને આસ્‍થાનું કેન્‍દ્ર છે. સોમનાથ ભગવાન એટલે ચંદ્રના નાથ.

ભગવાન શિવજીનું મંદિર સોમનાથ તેની ભવ્‍યતા અને સમૃદ્ધિ માટે વિશ્વમાં સૈકાઓથી પ્રચલીત છે. મોગલ સમ્રાટોએ સોમનાથ પર છ-છ વાર ચઢાઇ કરી તેનો વિધ્‍વંશ કરવાના પ્રયત્‍નો કર્યા. પરંતુ દરેક વિધ્‍વંશ બાદ તેનું નિર્માણ થતું રહ્યું. આજે શિવજીના મંદિર એવા સોમનાથ તેની ભવ્‍યતા, અખંડિતતા અને આસ્‍થાના કેન્‍દ્ર તરીકે વિશ્વભરમાં વિખ્‍યાત છે.

સોમનાથ મંદિરનું સ્‍થાપત્‍ય વિજ્ઞાન અને સ્‍થાપત્‍યકળાનો સમન્‍વય છે. સોમાનાથ મંદિર સંકુલમાં નકશીકામ - કોતરણીકામના બેનમૂન સ્‍થાપત્‍યો તેમજ નિર્માણ કાર્યો જોવા મળે છે. ગુજરાતમાં સલાહ કામગીરીમાં નિપૂણતા ધરાવતા ‘સોમપુરા’ જ્ઞાતિબંધુઓએ આ મંદિરના સ્‍થાપત્‍યકળામાં તેમનું કૌવત બનાવ્‍યું છે

શિવરાત્રીની ઊજવણી વખતે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં સોમનાથ આવે છે. અહીં મુખ્‍ય તહેવાર ‘મહાશિવરાત્રી’ નો ઉજવાય છે. તેનું આયોજન રાજ્ય સરકાર આ સમયગાળા દરમિયાન કચ્‍છ રણ ઉત્‍સવની સાથે કરે છે. આ ઉપરાંત કાર્તિકી પૂર્ણિમાના દિવસોમાં ‘સોમનાથ’ ખાતે ભવ્‍ય મેળાનું આયોજન કરવામાં આવે છે. (ન્‍વે. - ડિસે.) આ ઉપરાંત ‘શિવરાત્રી’ પર્વની ઊજવણી ‘ભવનાથ’ મહાદેવ ખાતે કરવામાં આવે છે. જૂનાગઢ જિલ્‍લામાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું શિવજીનું ભવ્‍ય શીવમંદિર ખાતે મહાશીવરાત્રી પર્વના પાંચ દિવસ મેળો ભરાય છે.

ભવનાથ’ ખાતે પવિત્ર મૃગકુંડમાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્‍નાન કરી નિષ્‍પાપ બને છે. હજારોની સંખ્‍યામાં આ પવિત્ર સ્‍થાનમાં દર્શન માટે યાત્રીઓ આવે છે. મહાશિવરાત્રીના મહાસ્‍નાન બાદ મહાપૂજાની ભવ્‍ય યાત્રા નીકળે છે. જેમાં હજારોની સંખ્‍યામાં દર્શનાર્થીઓ, નાગા બાવાઓ, ભજન મંડળીઓ, સાધુ-સંતો અને નગરજનો જોડાય છે. અહીં સૌથી ધ્‍યાનાકર્ષક અને રોમાંચનો અનુભવ કરાવતી ઘટના એ નાગાબાવાઓના મુખ્‍ય મહંતની હાથી પર નીકળતી સવારી અને તેની પાછળ ધજાપતાકાઓ સાથે તેના અનુયાયીઓ નિહાળવાનો લાહવો અલૌકીક હોય છે. આ મેળામાં ભવાઇ, રાસગરબા, ડાયરો વગેરેની જમાવટ યાત્રાળુને આકર્ષિત કરે છે.

Mahashivratri

The celebration of Lord Shiva's marriage to Goddess Parvati, Shivratri, imbues among the Hindus a spirit of loyalty and dedication.

 

Maha Shivratri in Mauritius

Mahashivratri is a highly revered holiday in Mauritius. A month prior to the festival, pilgrims begin their preparations here. People from diverse societies around the island spend a lot of effort for Shivaratri preparations. Sometimes they spend the entire night making exquisitely adorned "Kanwars," which they take on their journey to Grand Bassin, also called "Ganga Taloa."Pandit Gosain Naipaul made the discovery of the Ganga Talao, a crater lake with a tiny island in the center, 108 years ago. We are commemorating the discovery's 108th anniversary this year. A "Maha Shiv Katha" has been planned in this regard. In the 1960s, holy water from the Ganga was poured into the lake to make it hallowed.

About 5,000 pilgrims are welcomed at Montagne Blanche's "Umanath Mandir," one of the island's most significant mandirs, which provides them with food and lodging while they go to the holy lake. All around the island, processions are planned on the eve of the Shivratri holiday. On the day of the festival, the prayer begins at 4:00 am with "Shiv Abhishek," and throughout the day, a great number of devotees swarm the area to present Lord Shiva with fruits and holy water from the Ganga Talao in the temples.

Following the afternoon session is "Char Pahar ki Pooja." The pooja ceremony starts at 6.00 pm with the first Pahar. Maha Abhishek is performed by the acharya. The second, third, and fourth paharis are scheduled for 9:00 p.m., 12:00 p.m., and 3 a.m., respectively. The holy pooja culminates with a ′Maha Yagya′ approximately 6:00 am next day.
On each pahar, devotees recite the Maha mantra "Om Namah Shivaye" 18, 216, 324, and 452 times, respectively. The ′Shivalay′ is filled with holy hymns and bhajans throughout the night. The "Tandava" and plays about Lord Shiva are performed by certain artists and communities.

As a result, Shivaratri brings the island's Hindu population together. In Mauritius, it is one of the events that is observed with such fervor.

HAR HAR MAHADEV


Thesis writing

http://bhavikec.blogspot.com/2025/02/thesis-writing.html

No comments:

Post a Comment