👉 જીવતાંમાબાપને સ્નેહથી સાંભળશો
ગુમાવ્યા પછી
"ગીતા" સાંભળવા
શું અર્થ
👉સાથે બેસી જમવાની એમની ઈચ્છા
પ્રેમથી પુરી કરજો
પછી ગામ આખાને લાડવા જમાડવાનો
શું અર્થ
👉વ્હાલની વર્ષા કરનારને વ્હાલથી
ભીંજવી દેજો
ચીર વિદાય પછી આંસુ સારવાથી
શું અર્થ
👉ઘરમાં બેઠેલા માબાપ રૂપી ભગવાનને
ઓળખી લેજો
પછી અડસઠ તીર્થ ફરવા
શું અર્થ
👉સમય કાઢી વૃધ્ધ વડલાં પાસે બેસી જાશો
પછી બેસણાંમાં ફોટા સામે
બેસવા બેસાડવા
શો અર્થ
👉લાડકોડ પુરનાર માબાપને સદાય
હૈયામાં રાખજો
પછી દિવાન ખંડમાં તસવીર રાખવાનો
શું અર્થ
👉હયાતીમાં જ હૈયું એમનું ઠારી સેવાનું
સુખ આપજો
પછી ગંગાજળમાં અસ્તી પધરાવવાનો
શું અર્થ
👉માવતર એજ મંદિર એ જ સનાતન સત્ય રાખજો
પછી રામ નામ સત્ય બોલવાનો
શું અર્થ
🙏માબાપને ભૂલશો નહીં 🙏
No comments:
Post a Comment